યોનીમાંથી સફેદ પાણી આવવાનાં કારણ અને તેનો ઈલાજ.

vaginal discharge treatment in gujarati

યોનીમાંથી સફેદ પાણી આવવાનાં કારણ અને તેનો ઈલાજ. 

        આજે આપણે સફેદ પાણીના ઇલાજ વીશે વાત કરીશ. જોવામાં આવ્યું છે કે થોડુ ઘણુ સફેદપાણી બધી જ સ્ત્રીઓમાં જોવામાં આવે છે. આ સામાન્ય સફેદ પાણી મહિલાઓને કોઇવાર પિરીપડ પહેલા આવે છે, તો કોઈ વાર પિરીયડ પછી ચાર-પાંચ દિવસ આવે છે, અને તે જાતે જ સારુ પણ થઈ જાય છે. કેટલીક વાર સફેદ પાણી ગર્ભાસ્ય દરમિયાન પણ જોવામાં આવે છે, ત્યારે પણ તેને સામાન્ય જ માનવામાં આવે છે, અને તેના માટે ઈલાજની જરૂર પડતી નથી.

      પરંતુ ઘણી વાર જોવામાં આવે છે કે સફેદ પાણીમાં દુગંઘ છે, ખજવાળ પણ આવે  સાથે-સાથે પીળાસ પણ છે કે થોડી માત્રામાં લોહી પણ આવે છે. તો એ યોનીના ઈન્ફેકશનનું ઘણુ મોટુ લક્ષણ છે. તો તમારે તરત તમારા ડોક્ટર પાસે જઈને તેનો ઈલાજ શરૂ કરી દેવો જોઈએ.


સફેદ પાણીના કયા કયા કારણ હોઈ શકે છે. સફેદ પાણીનું મુખ્ય કારણ ઈનફેકશન છે. 

ઈનફેકશન ત્રણ રીતના હોય શકે છે. 

  • બેક્ટેરિયલ ઈન્ફેકશન  
  • ફંગલ ઈન્ફેકશન  
  • ટ્રાટકોમોનલ ઇન્ફેકશન   
બેક્ટેરિયલ ઈન્ફેકશન :-  જો તમને બેક્ટેરિયલ ઈન્ફેકશન છે તો જે સફેદ પાણી છે તેમા પીળાસ કલર દેખાશે અને યોની  માં અગન પણ બળશે.

ફંગલ ઇન્ફેકશન :- જો તમને ફંગલ ઇન્ફેશન હશેતો સફેદપાણી પનીર જેવું કે દહી જેવું થઈ જશે અને તમને ખજવાળ પણ આવશે.

ટ્રાયકોમોનલ ઈન્ફેકશન :- જોતમને આ ઈન્ફેકશન હશે તો સફેદપાણી લીલા રંગનું થઈ જશે અને યોનીના આજુબાજુ જંગે પર લાલીમાં આવી જશે.


આ પણ વાંચો : વી વોશ પ્લસ શું છે ? તેનો ઉપયોગ શા માટે જરૂરી છે.


 હવે આપણે વાત કરશુ કે ઈન્ફેક્શન થવાના કારણો શું હોય શકે ?
  • બની શકે છે કે તમે લાંબા સમય માટે ફીટ કપડા પહેરતા હોય.
  • બની શકે કે તમે નાઈલોન કે સીનઠેનીક પેન્ટી પહેરતા હોવ.
  • પિરીયડના સમયે સાફસફાઈ સારી રીતે ન રાખતા હોય દર ૪ થી ૫ કલાક પછી સેન્ટરી નેપકીન ન બદલતા હોય.
  • ઘણી વાર બાથરૂમ ગયા પછી પાણીથી અંગત ભાગ ધોયા બાદ એ જગ્યા સુકી કરવામાં ન આવે તો તે જગ્યા પર ભીનાસ રહી જાય છે, જેથી ત્યા બેક્ટેરિયા અને ફંગસ જેવા ઈન્ફેશન થવાના ચાન્સ વધી જાય છે.
  • જેઓ વધારે તણાવ લેતા હોય, જેને સુગરની બીમારી હોય, ટીબીની બિમારી હોય.
  • લોહીની ઉણપથી પણ સફેદપાણી આવી શકે છે. જો તમને એવું લાગે કે થોડા દિવસોથી સફેદ પાણીનો કલર બદલાયેલો છે. તમને દુર્ગંધ આવે કે અગન અથવા ખજવાળ આવે તો તમારે એન્ટીબાયોટિક દવાનો કોસ કરવો જોઈએ.

સહેલી કોઇપણ દવાની જાણકારી અમે તમને ડોક્ટર પાસેથી જ લેવા જણાવીશ . કોઈ પણ દવાનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર કરવો હાનિકારક છે. આશા રાખુ છુ કે આ માહિતી તમને ઉપયોગી નીવડશે.

0/Post a Comment/Comments

Stay Conneted