પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત


How to make palak paneer sabji
::પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત::

   જયારે શિયાળાની શરૂઆત થાય ત્યારે લીલી શાકભાજીઓથી રસોડું ઉભરાવા લાગે છે, અને તેમા પણ પાલકની તો વાતજ શું. શિયાળામાં પાલક પનીરનું નામ ચોકકસ પણે લેવામાં આવે છે.

        પાલક સ્વાસ્થય માટે ધણી ફાયદાકારક હોય છે, અને પનીર પણ તેટલુ જ લાભદાયી છે. માટે કહી શકાય કે આ વાનગી સ્વાસ્થય માટે ધણી જ સારી છે.
        અહીં પુરેપુરી કોશીશ કરી છે, કે આ રેસિપી સૌથી સરળ બનાવુ. જેથી એ જલદી તૈયાર થઇ જાય અને બનાવવા વાળાને કોઇ મુશકેલી ના પડે.
        પાલક પનીર બનાવવા માટે બોજ કોમન વસ્તુઓની જરૂરીયાત રહેશે. જે આ વાનગીની ખાસ વાત છે. તો ચાલો બનાવીએ  આપણું મનપંસદ શાક. 

-:પાલક પનીર:-

સામગ્રી:‌-
  • કાંદો-----૧ 
  • ટામેટુ-----૧ 
  • લીલા મરચા-----
  • આદુનો ટુકડો-----૧ 
  • લસણ-----૫-૬
  • વાડકી લીલા ધાણા-----૧ 
  • પાલકની ભાજી-----૧/૨ કિલો
  • પનીર------૧૦૦ ગ્રામ
  • દહી----- (૩ – ૪ ચમચી)

મસાલા માટે સામગ્રી:-
  • હલદી પાવદર-----૧/૨ ચમચી 
  • ધાણા જીરુ-----૧ ચમચી 
  • ઘઉનો લોટ-----૧ ચમચી 
  • લાલ મરચું-----૧/૨ ચમચી 
  • ગરમ મસાલો------૧/૨ ચમચી 


STEP-1:-
આ બધી સામગ્રીને સમારી લો. (વધારે ઝીણા કરવાની જરૂર નથી કરણકે પાછળથી આપણે એને મિક્ષચરમાં  મિક્ષ કરીશું)

STEP-2:-
એક પેનમાં પાણી લઇ તેને ગરમ થવા દેવું હવે ગરમ થયેલા પાણીમાં પાલક નાખી ૨ -૩ મિનિટ ઉકળવા દેવુ. (પાલકનો ઉપયોગ કરતા પહેલા તેને બરાબર પાણીથી સાફ કરી દેવી)
  • હવે જયારે તમે પાલકને પેનમાથી કાઢવાના હોય તેના ૧ મિનિટ પહેલા તેમાં લીલા ધાણા નાખી ઉકાળો.
  • હવે પાલક અને લીલા ધાણાને બાઉલમાં કાઢી લો અને તેના પર ઠડું પાણી રેડી દેવું જેથી એનામાં થતુ કુકીંગ બંધ થઈ જાય અને એનો કલર લીલો જ રહે.

STEP-3 :-
ગ્રેવીની તૈયારી.
  • એક પેનમાં ૩-૪ ચમચી તેલ રેડવું. ( તમે ધી કે માખણનો ઉપયોગ પણ કરી શકો છો‌) તેમા ૧ ચમચી જીરુ, લીલા મરચા આદુ અને લસણ નાખી ૧ મિનિટ સાંતળવુ.
  • હવે કાપેલો કાંદો નાખો. કાંદો પારદર્શક જેવો થાય એટલે કે બ્રાઉન કલરનો થાય તે પહેલા (વધારે બ્રાઉન ના થવા દેવું) જેટલો સાંતળવો.( ધીમા તાપે ૫ મિનિટ જેટલું સાંતળવુ.
  • હવે તેમાં લાલ કાપેલા ટમેટા નાખવા. ટામેટા નાખી તેમાં થોડું મીઠુ નાખવુ જેથી ટામેટા ચળી જાય. ( બધી સામગ્રી ઠડી કરો)

STEP-4:-
પનીરના ટુકડા કરી દેવા (તમારી પંસદગી મુજબ)

STEP-5:-
દહી
કોઇ પણ કડવી વસ્તુને કાપવા માટે એમા ખાટી વસ્તુ નાખવામાં આવે છે. દહી ટામેટા કરતા ખાટી હોય છે તો દહીને બરાબર મિક્ષ કરવું.

STEP-6:-
(મસાલા)
  • મિક્ષચરમાં ( ઠંડા કરવા મુકેલી બધી સામગ્રી પાલક, ટામેટા, કાંદા, મરચુ.......) બધુ મિક્ષ કરી દેવું. પહેલા પાણી વગર મિક્ષ કરવુ પછી થોડું પાણી નાખી મિક્ષ કરવું.
  • હવે પેન લઇ તેમાં થોડું તેલ નાખી બધા મસાલા (હલદી પાવદર જીરુ, ધઉનો લોટ , લાલ મરચુ) લઇ બરાબર સેકો.(ધઉનો લોટ હોવાથી સારી રીતે સેકવુ)
  • હવે તેમા પાલકની પેસ્ટ નાખી ઉકાળવું, ( ગ્રેવી પાતળી કરવા પાણી નાખી શકાય) હવે તેમા દહી નાંખવુ અને પનીરના ટુકડા નાખી ધીમા ટાપે ૩-૪ મિનિટ થવા દેવુ.
  • ૧/૨ ગરમ મસાલો નાંખી પીરસો.

0/Post a Comment/Comments

Stay Conneted