વી વોશ પ્લસ શું છે ? તેનો ઉપયોગ શા માટે જરૂરી છે.

WHAT IS V WASH AND HOW TO USE IN GUJARATI. વી વોશ પ્લસ શું છે.? તેનો ઉપયોગ શા માટે જરૂરી છે. 


WHAT IS V WASH AND HOW TO USE IN GUJARATI

     
        "V Wash in gujarati" જાણો વી વોશ શું હોય છે ? અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, અને તેનો ઉપયોગ કેમ જરૂરી છે.

       વી વોશ ઇલટીમેટ હાયજીન (સ્વછતા) વોશ છે. જે મહિલાઓ માટે એક પ્રોડકટ છે. જેને મહિલાઓના ગુપ્ત ભાગ ( વજાઇના / Private Part )ની સફાઇ માટે  ઉપયોગ કરવામાં આવે છે.

         સખી- મહિલાઓનો ગુપ્ત ભાગ (વજાઇના/Private Part) શરીરનો ખુબ જ સંવેદંશીલ ભાગ ભાગ છે. જે હમેશા નમીયુકત રહે છે. થોડી પણ બેદરકારીથી એમાં ઇંફેકશન (ચેપ/INFECTION) લાગી શકે છે. જો આ ચેપ (ઇંફેકશન/INFECTION) ગર્ભાશય સુધી પહોચે તો PREGNANCY/ગર્ભાવસ્થા પ્રોબલેમ આવી શકે છે. અને ઇંફેકશન ( ચેપ/INFECTION ) વધારે થાય તો કેન્સર પણ થઇ શકે છે.  

         સખી- સૌથી આશ્રર્યની વાત એ છે, કે ૯૫% મહિલાઓ વજાઇના / Private Part પ્રોબલેમથી પીડાઇ છે, એનુ સૌથી મોટુ કારણ માહિલાઓ પોતાના વજાઇના / Private Part સ્વચ્છતા (Hygiene)નુ ધ્યાન રાખતા નથી. અને આ બાબતે વાત કરતા શરમાય છે.

તો ચાલો સખીઓ આપણે શરમાયા વગર વાતો કરીયે નીચે આપેલ બાબતોની.
  • વજાઇના / Private Partના પ્રોબલેમના કારણો, P.H.ની વાતો.
  • વી વોશ શું છે ? What is V Wash?
  • વી વોશનો ઉપયોગ શા માટે કરવો ? Why to Use V Wash ?
  • વી વોશનો ઉપયોગ કેવી રીતે કરવો ? How to Use V Wash ?
  • ગર્ભવસ્થામાં વી વોશનો ઉપયોગ કરવો ? V Wash Use in Pregnancy ?
  • વી વોશમા વપરાયેલ રસાયણો Key Ingredients
  • વી વોશની અન્ય માહિતી.    

આ પણ વાંચો : યોનીમાંથી સફેદ પાણી આવવાનાં કારણ અને તેનો ઈલાજ. 


 તો ચાલો જાણીયે ...

૧). વજાઇના Private Partના પ્રોબલેમના કારણો, P.Hની વાતો.:-

       મહિલાઓનો ગુપ્ત ભાગ ( વજાઇના / Private Part )ખુબ જ સંવેદનશીલ ભાગ હોય છે, જે ગર્ભાશયને શરીરના બાહરના ભાગ સાથે જોડે છે. આથી એનુ સ્વચ્છ અને હેલ્ધી હોવું ખુબ જ જરૂરી છે. ગુપ્ત ભાગનો P.H લેવલ નોરમલ રહે એ બહુ જ જરૂરી છે. સામાન્ય રીતે વજાઇનાનું P.H લેવલ ૩.૫ થી ૪.૫ સુધી હોવુ જોઇયે. જો P.H લેવલ ૩.૫ થી ૪.૫ કરતા વધી જાય તો બેકટેરીયા વધવાનુ જોખમ વધારે રહે છે. જેના કારણે ખજવાળ, જલન અને દુર્ગંધ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

         મહિલાઓના ગુપ્ત ભાગને કુદરતી રીતેજ સ્વચ્છ રાખવા માટે લેકટિક એસિડની જરૂર હોય છે. આ લેકટિક એસિડ મહિલાઓના ગુપ્ત ભાગમાં જાતેજ બને છે, પરંતુ જો ગુપ્ત ભાગ (વજાઇના / Private Part) P.H લેવલ ૩.૫ થી ૪.૫ હોય તો એટલે કે નોરમલ હોય તો એટલે કે મહિલાઓ સ્વચ્છતાનુ ધ્યાન રાખતી હોય તો P.H લેવલ નોરમલ રહે અને કુદરતી રીતે જ ત્યા લેકટિક એસિડ બને જેથી કોઇ મુશકેલી રહે નહિ.

        પરંતુ સાચી વાત કરુ તો મિત્રો ૮૫% મહિલાઓને ખબર જ નથી કે ગુપ્ત ભાગનો  (વજાઇના / Private Part) P.H લેવલ એટલે શુ ?, એનાથી શુ થાય છે ?, નુકશાન શું છે ? વગેરે..    

        જો ગુપ્ત ભાગ (વજાઇના / Private Part) P.H લેવલ નોરમલ ના હોય તો ત્યા લેકટિક એસિડ બને નહિ અને મહિલાઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયે લેકટિક એસિડ કયાથી મળે. આવો સવાલ થાય તો સખી તે માટેનો ઉપાય છે વી વોશ V WASH. 

તો ચાલો હવે જાણીયે વી વોશ વિશે........

૨). વી વોશ શું છે ? What is V Wash ?

                વી વોશ V Wash ઇલટીમેટ હાયજીન (સ્વછતા) વોશ છે અને એને બનાવવા માટે લેકટિક એસિડ. ટી-ટ્રી ઓઇલ જેવા કુદરતી તત્વોનો ઉપયોગ થાય છે. જે મહિલાઓના ગુપ્ત (વજાઇના / Private Part) P.H લેવલ સામાન્ય રાખે છે અને જેના કારણે ખજવાળ, જલન અને દુર્ગંધ જેવી મુશકેલીનો દુર રાખે છે.

         તો મિત્રો વી વોશ V Wash દ્રારા મહિલાઓ કુત્રિમ રીતે લેકટિક એસિડ મેળવી શકે છે અને વજાઇના પ્રોબલેમોથી છુટકારો મેળવી શકે છે.

૩). વી વોશનો ઉપયોગ શા માટે કરવો ? Why to Use V Wash ?

        સામાન્ય રીતે મહિલાઓ ગુપ્ત ભાગ (વજાઇના / Private Part)ની સફાઇ માટે પાણી અથવા સાબુનો ઉપયોગ કરે છે. તમે જાણો છો પાણીનું P.H લેવલ ૭ હોય છે અને સાબુનું P.H લેવલ ૮ જેવું હોય છે. આટલુ વધુ P.H લેવલ ગુપ્ત ભાગ (વજાઇના/ Private Part) માટે હાનિકારક છે. આથી વી વોશ V Washનો ઉપયોગ કરવો જેથી ગુપ્ત ભાગ (વજાઇના / Private Part) P.H લેવલ જળવાય રહે.    

૪). વી વોશનો ઉપયોગ કેવી રીતે કરવો ? How to Use V Wash ?
       
        વી વોશ V Washની બોટલમાથી ૨ થી ૩ ટીપા લઇ ગુપ્ત ભાગ (વજાઇના / Private Part) પર લગાવો પછી પાણી વડે એ ભાગ ધોંઇ નાખો. ધ્યાન રાખવા જેવી બાબત એટલી જ કે ગુપ્ત ભાગ (વજાઇના / Private Part)ના બહારના ભાગમા જ તે લગાવવું. જેથી કોઇ મુશ્કેલી પાછળથી ના ઉદભવે.

૫). ગર્ભાવસ્થા વી વોશનો ઉપયોગ કરવો ? V Wash Use in Pregnancy ?

        ગર્ભાવસ્થામાં વી વોશનો ઉપયોગ કરવા માટે પહેલા મારા મતે ડોકટરની સલાહ લેવી વધુ સારી રહશે. ગર્ભાવસ્થામાં મહિલાઓ માટે સૌથી સુંદર અને મહત્વનો તબક્કો છે. આથી મારા મત મુજબ ગર્ભાવસ્થામાં કઇ પણ નવી વસ્તુ કે દવાનો ઉપયોગ કરતા પહેલા ડોકટરની સલાહ લેવી વધુ સારી રહશે.

૬). વી વોશમા વપરાયેલ રસાયણો Key Ingredients

WHAT IS V WASH AND HOW TO USE IN GUJARATI

૭). વી વોશની અન્ય માહિતી.

         વી વોશને લગતી અન્ય માહિત જેવી કે, એની કિમંત, કલર, લાભો, ગેરલાભો વિગેરેની માહિતી આ પ્રમાણે છે.

વી વોશની કિમંત:-  
  • ૨૦૦ ml બોટલની કિમત ૨૦૦/- રૂ છે.
  • ૧૦૦ ml બોટલની કિમત ૧૫૦/- રૂ છે.
  • ૨૦ ml બોટલની કિમત ૪૦/- રૂ છે.
  • વી વોશ ઓનલાઇન ખરીદી કરતા ભાવોમાં તફાવત રહેશે.

વી વોશનો કલર:- 
પાણી જેવો કલરનું પ્રવાહી છે. Transparent (પારદર્શક) કલર છે.

વી વોશના લાભો:-
  • એનો ઉપયોગ પિરિયડમાં કરવાથી દુર્ગંધ અને ઇન્ફેક્શન નથી થતું.
  • દરરોજ ઉપયોગથી ખજવાળ, અગન બળવી અને ઇન્ફેશન જેવી મુશકેલીથી દુર રહેવાય છે.
  • P.H લેવલ સામાન્ય રાખવાથી ગુપ્ત (વજાઇના/ Private Part)ની બિમારીઓથી રક્ષણ મળે છે.

વી વોશના ગેરલાભો:-
મારા મત પ્રમાણે આના કોઇ ગેરલાભો નથી. બસ ઉપયોગમા પ્રમાણ જળવાય રહેવું જોઇએ.

નોધ: બાળકો માટે આનો ઉપયોગ કરવો નહિ.

0/Post a Comment/Comments

Stay Conneted