પ્રેગનન્ટ થવાનો સરળ ઉપાય

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન સંબંધને ઘણું મહત્વ આપવામાં આવે છે, અને જ્યારે દાંમ્પતીય જીવનની શરુઆત થાય એટલે બાળકનો જન્મ દંપતિમાં ખુશીના કડીરૂપ બને છે. ત્યારે દંપતિઓએ પ્રેગનન્સી સફળ બનાવવા વિશે પ્રાથમિક અને પાયારૂપ જાનકારી હોવી ખુબ જ મહત્ત્વનું બની રહે છે.


How to get pregnant in gujarati tips

પ્રેગનન્ટ થવાનો સરળ ઉપાય 

જે દંપતિ પ્રેગનન્સી રાખવા માંગતા હોય તેના માટે Ovulation Day ઉપાય બની રહેશે, અને જે પ્રેગનન્સી ના રાખવાં માંગતા હોય તેના માટે પણ આ જાનકારી ઉપયોગી બની રહેશે.

A). Menstrual Cycle શું છે ?

સામાન્ય ભાષામાં વાત કરીએ તો menstrual cycleએ મહિલાઓને એક-વખતે થી બીજી-વખતે આવતા પીરીયડ્સના વચ્ચેના સમયગાળાને કહેવાય છે.

નોર્મલ menstrual cycle 21 થી 35 દિવસનો સમયગાળો માનવામાં આવે છે. જો આ સમયથી પહેલા અને પછી અનિયમીત પીરીયડ્સ આવતું હોય તો સ્ત્રીરોગચિકિત્સકને બતાવવું હિતાવહ રહેશે.

  • Menstrual Cycleની ગણતરી કેવી રીતે કરવી ?

ઉદાહરણ તરીકે વાત કરીએ તો એક મહિલાને માર્ચની 1 લી તારીખથી એક વખત પીરીયડ્સ આવે છે.અને બીજી વખતે એપ્રિલની 1 લી તારીખથી પીરીયડ્સની શરુઆત થાય છે. 

ત્યારે 1 લી માર્ચ થી 1 લી એપ્રિલના 32 દિવસના સમયગાળાને તે મહિલાનું Menstrual Cycle 32 દિવસનું થશે. વધુ સમજ ચાર્ટમાં દર્શાવેલી છે.

B). Ovulation દિવસ પ્રેગનન્સી માટે ઉત્તમ સમય.

Ovulation દિવસ એટલે સામાન્ય ભાષામાં વાત કરીએ તો પીરીયડ્સ આવવાનાં પહેલાં 2 અઠવાડીયા એટલે કે 14મો દિવસ. આ દિવસોમાં મહિલાઓમાં પ્રેગનન્સી માટેના egg ફળદ્રુપ હોય છે. જે બહુ ઓછા સમય માટે જીવીત રહે છે. કહેવાય છે , Ovulation day means egg is ready to fertilize.

  • Ovulation દિવસની ગણતરી કેવી રીતે કરવી ?

ઉપર આપણે menstrual cycle માં જે ઉદાહરણથી ગણતરી કરી તે જ રીતે જોતા એક મહિલાને 1 માર્ચ થી 1 એપ્રિલ 32 દિવસનો menstrual cycle છે.

ત્યારે 1 એપ્રિલ થી 14 દિવસ પહેલા એટલે કે માર્ચની 18 તારીખ Ovulation દિવસ છે.

ખાસ નોંધ: 1 માર્ચથી 14 દિવસ ગણતરી કરવી નહીં.


Menstrual cycle and Ovulation day

  • Ovulation દિવસના લક્ષણ :
  • વજાઇના માથી પાણી જવું અથવા ઇંડા જેવું પીળા રંગનું પ્રવાહી સામાન્ય રીતે આવે છે.
  • સામાન્ય કરતા શરીરનું  ટેમ્પરેચર વધારે થશે.
  • એક બાજુ પેટમાં દુખાવો થઈ શકે છે.


C). પ્રેગનન્સી માટે આ 7 દિવસ શારીરિક સંબંધ બાંધવુ 

પ્રેગનન્સી માટે આ 7 દિવસ શારીરિક સંબંધ બાંધવુ અનિવાર્ય બની રહે છે.  ઉપર  ઉદાહરણ મુજબ Ovulation દિવસ ( 18 તારીખ માર્ચ ) ના 5 દિવસ પહેલા અને 1 દિવસ પછી કુલ 7 દિવસ પ્રેગનન્સી માટે ઉત્તમ છે.



Ovulation day in physical relations


D). અનિયમીત પીરીયડ્સ હોય ત્યારે Ovulation દિવસની ગણતરી કેવી રીતે કરવી ?

સૌ પ્રથમ તો જે મહિલાઓને પીરીયડ્સ અનિયમીત હોય તો કોઇ સમસ્યા હોય શકે છે. જેથી તુરંત સ્ત્રીરોગચિકિત્સકની પાસે નિદાન કરાવવું.

પરંતુ ઘણી વખતે સામાન્ય રીતે પણ પીરીયડ્સ અનિયમીત હોય છે. તેવા સંજોગોમાં Ovulation દિવસની ગણતરી કરી શારીરિક સંબંધ બાંધવાથી પ્રેગનન્સી રહી શકે છે.

સૌ પ્રથમ તો છેલ્લા 6 પીરીયડ્સનું menstrual cycle નોંધ કરી લેવું. જેમાથી ઓછામાં ઓછો અને વધુમાં વધુ અંતર  પીરીયડ્સ આવવાનો સમયગાળો લેવો.

ઉદાહરણ રૂપે 25 દિવસ અને 45 દિવસ છે.

  • 25 - 14 = 11
  • 45 - 14 = 31

આ 11 થી 31 દિવસ દરમિયાન શારીરિક સંબંધ બાંધવો. સમયગાળો લાંબો હોવાથી નિયમીતપણે શક્ય નથી, પરંતુ આ સમય દરમ્યાન  યોગ્ય સમય નકકી કરી શકાય છે.

સ્માર્ટ ટીપ્સ:

હિપ્સને  ઉંચાઇ પર રાખો: સેક્સ પોજીસનનું પણ સેક્સ દરમ્યાન ખાસ ધ્યાન રાખવું પડશે. સેક્સ દરમ્યાન તકીયાની મદદથી હિપ્સને થોડી ઉચી રાખવી ગર્ભ ધારણ કરવામાં મદદ કરે છે. કારણ કે એનાથી મહિલાના સર્વિક્સને પુરૂષ સ્પર્મ્સ (વીર્ય)ને રીસીવ કરવામાં આસાની રહે છે.

આ માહિતી યોગ્ય જાણકારીના ભાગરૂપે છે. દરેકની શરીર રચના અલગ અલગ હોય છે, જેથી સ્ત્રીરોગચિકિત્સક નિદાન કરી યોગ્ય સલાહ અને સારવાર આપી શકે છે.

0/Post a Comment/Comments

Stay Conneted