સંબંધમાં બદલાઈ રહયાં છે - કમિટમેન્ટના મતલબ.

Changing Essence Of Commitments In Relationships Today

સંબંધમાં બદલાઈ રહયાં છે - કમિટમેન્ટના મતલબ

ક્યારેક સપનાં બની જાય, તો ક્યારેક હકીકત અને કયારેક ઇબાદત એનું નામ છે પ્રેમ. પણ સમયની સાથે-સાથે કંઈક કંઈક બદલાઈ જાય છે. જીવનભરનો સાથ તો છે, પણ હવે એ કસમો નથી. ચાલી રહયાં હાથો નાંખી હાથ, પણ હવે એ  રસ્મો નથી.

સમયની સાથે સાથે ઘણું બધું બદલાઈ જાય છે, જીવનની રીત, આપણો દ્રષ્ટિકોણ, વસ્તુ અને લોકોને પારખવાના હોય કે પછી સંબંધોને. બધી જ વાતોના મતલબ સમયની સાથે બદલાય જાય છે. અને આજે સમાજમાં એટલું બધું બદલાઈ રહયું છે કે તેની સૌથી વધારે અસર સંબંધો પર પડી રહી છે. 

આપણે હંમેશા કહીએ છીએ કે સંબંધોમાં હવે પહેલાં જેવું નથી રહયું. પણ સાચુ તો એ છે કે બદલાય આપણે ગયા છે,  સંબંધો નહીં. ખરેખર તો  સંબંધો હજુ એ જ છે. પરંતુ આપણો દ્રષ્ટિકોણ એને જોવાનો પહેલાં જેવો નથી રહ્યો. પહેલા સંબંધ ખાસ વાત એજ હતી કે - "કમિટમેન્ટ", એનો પણ અર્થ બદલાય ગયો છે.

જન્મો-જનમનો  સાથ, જુની વાત થઇ ગઈ. પહેલાં સાત ફેરાને સાત જન્મોનુ બંધન માની લેતા હતા. પરંતુ હવે એ વિચારસરણી જુની થઇ ગઈ છે. સંબંધને પણ આપણે આકસ્મિક ગણવા લાગ્યા છે. નિભાવી શકાય તો ઠીક નહીં તો રસ્તા અલગ.


" પ્રેકટીકલ બની ગયા "

આપણે બધા સંબંધોને લઈ ને  ઘણા ભાવુક રહેતા હતા. પરંતુ હવે લોકો એનાં પ્રતિ પણ પ્રેકટીકલ બની ગયા. વાત વાતમાં હવે ભાવુક થવું, એકબીજાનું ધ્યાન રાખવું એ આજની તારીખમાં ઇમોશનલ ફુલ સાબિત કરે છે.

" સ્પેસ આપવું "

અત્યારે લોકો સ્પેસના નામે થોડી ઘણી ચીટીંગ પણ કરી લે છે. એમાં એને કંઈ ખોટું નજર નથી આવતું હોય. ના તો એકબીજાને બધી વાતો બતાવવવી જરૂરી હોય, કે ના તો  એકબીજાના પાસવર્ડની ખબર હોવી જરૂરી હોય છે.

" કોમ્યુનિકેશનની રીત બદલાઈ ગઈ "

હવે ડિનર ટેબલ પર સાથે બેસીને રોજિંદી દિનચર્યા ડિસકસ થતી નથી, પતિ રૂમમાં લેપટોપ પર રહે છે, પત્ની ટીવી સામે મોબાઈલમાં વ્યસ્ત રહે છે. હેરાનીવાળી એ વાત નથી કે એક જ  ઘરમાં રહી તેઓ એકબીજાને સોશિયલ મીડિયા પર વાતો કરી લે  છે. સામ-સામે વાતચીત લગભગ પૂરી થઈ રહી છે.

" હવે લગ્ન જરૂરી નથી "

પહેલાં, જો બે લોકો પ્રેમ કરતાં હોય તો, તેમની મંજિલ લગ્ન જ હતું, પરંતુ હવે લગ્ન વિશે કદાચ બહુ પાછળથી વિચારવામાં આવે છે, પ્રેમ પણ ત્યાં સુધી જ છે, જ્યાં સુધી બધુ બરાબર છે. જો મન-ભેદ થયો તો સરળતાથી લોકો રસ્તો બદલી લે છે. બીજી તરફ, યુવતીઓ પણ હવે સંબંધોમાં લગ્નની કમિટમેન્ટ નથી જોતી. ખરેખર, બધા લોકો પ્રયોગ જ કરે છે, જો તેમને સફળતા મળે છે, તો તેઓ લગ્ન કરશે અને જો નહીં, તો તેઓ ખોટા સંબંધોમાં બંધાવાથી બચી જશે. આ વિચારસરણી સાથે આગળ વધે છે.

" હંમેશાં સાથે નહીં હોય "

દરેક નિર્ણય જીવનસાથીને પૂછીને કરવુ, બધી વસ્તુઓ અને દરેક વાત શેર કરાવી, ના....આવું હવે નથી. પહેલાં આ બધી  વાતો કમિટમેન્ટનો હીસ્સો હતો,  પરંતુ હવે નથી.

આ બદલાવનો અર્થ શું છે ?

શું આ બદલાવ સાચો છે કે ખોટો ? આ ચર્ચાનો વિષય છે, કારણ કે એક તરફ જ્યાં પ્રેકટીકલ થવાના ચક્કરમાં ભાવનાઓ મરી રહી છે, તો બીજી બાજુ લોકોને સંબંધ તૂટવાની પીડા પણ ઓછી થવા લાગી છે. ડિજિટલ સંબંધો, વધતાં છૂટાછેડા વગેરે આ પરિવર્તનની જ આડઅસર છે. પરંતુ આ પરિવર્તન રોકી શકાતું નથી, 

પરંતુ હા, વ્યક્તિગત રીતે પોતાના સંબંધોમાં પ્રમાણિક બનવાનો પ્રયત્ન કરી શકે છે, કારણ કે સંબંધનું બીજું નામ બંધન અને શિસ્ત છે. જો તમને આ શિસ્ત અને બંધન પસંદ નથી, તો વધુ સારું રહેશે કે સંબંધમાં બંધાવવું જ  નહી. આઝાદ રહેવું, એકલા રહેવું… કારણ કે આવા જ સંબંધો સાથી હોવા છતાં પણ એકલતામા વધારો કરે છે. આ જ કારણ છે કે આજે સાથી હોવા છતાં પણ દરેક પોતાને ક્યાંકને ક્યાંક એકલા જોય છે.

જીંદગીના કોઇ મોડ પર જઈને તો રોકાવું જ પડે છે, પરંતુ આ ઠહરાવ હવે સંબંધોમાં નજર નથી આવતો, એવામાં તમે તે મોડ પર એકલા રહી જાવ છો, જ્યાં તમને સૌથી વધુ પ્રેમ, પોતાનાપણું અને સાથની જરૂર હોય છે.

Changing Essence Of Commitments In Relationships Today

0/Post a Comment/Comments

Stay Conneted