ઉનાળામાં ત્વચાની કાળજી માટે સરળ અને બેસ્ટ ઉપાય.

હવે ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે સૂર્ય કિરણો તમારી ત્વચા પર ઘણું બગાડ કરી શકે છે. જ્યારે તમારી આસપાસ પ્રદૂષણ અને ધુમ્મસને ઉમેરવામાં આવે છે, ત્યારે તે ચામડીને કાળી બનાવવા તરફ દોરી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા બહાર નીકળતા વીસ મિનિટ પહેલાં સનસ્ક્રીન લાગુ કરો. પરંતુ ઘરેલું ઉપચારએ ખુબ મહત્વનું બની રહે છે.

Summer skin care tips gujarati

ત્વચા ઉપર લાગેલી ધૂળ, પ્રદૂષણ અને સૂર્ય પ્રકાશને કારણે જે ડલનેસ આવી ગઇ હોય, ત્વચાના છિદ્રોમાં કચરો જમા થયો હોય તેને સાફ કરવા માટે તમે પપૈયા અને કાકડીને ક્રશ કરીને દહીંમાં નાંખી મિક્સ કરીને આ પેસ્ટને રોજ ફેસ પર લગાવી વીસ મિનિટ બાદ ઠંડા પાણી વડે ધોઇ લેવું આમ કરવાથી ત્વચા તરોતાજા રહેશે અને તેની અંદરનો કચરો દૂર થઇને તે ગ્લો કરશે.

કેળાને બરાબર સારી રીતે મીક્ષ કરી લો કે તે ક્રીમી બની જાય. તેને આખા ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ પછી તેને હળવા ગરમ પાણીથી ધોઈ લો. આ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. પછી હળવા હાથથી ચહેરો સાફ કરો અને રોઝ ટોનર લગાવો. કેળાનું  ફેસ પેક ત્વચા માટે ટોનિકનું કામ કરે છે, અને ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવે છે.

બેસન સનબર્ન ( ગરમીનું કાળાશ) દૂર કરવા માટે પણ લાભકારી છે. તેમાં દહીં અને લીંબુનો રસના થોડા ટીપા નાખીને ચહેરા પર લગાવો અને સૂકાયા પછી ધોઈ લો.

ટમેટા કાપીને ત્વચા પર ઘસવું.ગરમીનું કાળાશદૂર રહેશે.

આ પણ વાંચો : વી વોશ પ્લસ શું છે ? તેનો ઉપયોગ શા માટે જરૂરી છે.


ઉનાળામાં  બહાર નીકળતી વખતે ચહેરાને હંમેશા સૂર્ય કિરણો, પ્રદૂષણ અને ધુમ્મસથી બચાવીને રાખો.



ગરમીમાં કોટન અને થોડા ખુલ્લા વસ્ત્રો પહેરવાં, જેથી ત્વચા  મુલાયમ રહે.

0/Post a Comment/Comments

Stay Conneted