આયુર્વેદ અને સૌંદર્ય - ફળો ખાઈ સુંદરતામાં વધારો કરો

કોઈ  સ્ત્રી એવી ના હશે કે પોતાની સુંદરતાની ઝંખના નહીં કરે. દરેક સ્ત્રી સુંદરતા ઝંખે છે. સ્ત્રીઓ પોતાની સુંદરતા વિશે વધુ ચિંતીત હોય છે. પોતાની સુંદરતા વધારવા અવનવા પ્રયોગો કરતી રહે છે. પરંતુ દરેક સ્ત્રીઓ બાહય સુંદરતા પર વધુ ધ્યાન આપે છે.


જ્યારે આયુર્વેદ અને સુંદરતા વાત કરીએ ત્યારે માત્ર બાહય સુંદરતાની અગત્યતા ન હોવાની સાથે આંતરિક સૌંદર્ય પણ એટલું જ મહત્ત્વ હોય છે. જે રીતે સપ્રમાણ શરીર, સુંદર ત્વચા, ઘટાદાર વાળએ બાહય સુંદરતા છે. તે જ રીતે યોગ્ય આહારથી શરીર નીરોગી રહી આંતરીક સૌંદર્ય જળવાઈ રહે છે.

આધુનિક સમયમાં મહીલાઓ પોતાના વ્યવસાયમાં અને પરીવાર સાથે ખુબ જ વ્યક્ત રહે છે. તેમ છંતા ચિકિત્સાકર્મો આયુર્વેદમાં જણાવેલ દ્રવ્યો લઇ શકે છે. જે શરીરને નીરોગી રાખી અને યૌવન જાળવવામાં મદદરૂપ થાય છે. આવા કેટલાક દ્રવ્યો જેવા કે આમળાં, અશ્ર્વગંધા, શતાવરી, યષ્થીમધુ વગેરે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શરીરની સુંદરતામાં વધારો કરે છે.


કેટલાક દ્રવ્યો એવા જે આંતરીક સુંદરતાની સાથે બાહય સુંદરતામાં મદદરૂપ થાય છે. જેમ કે...

ટામેટાં :

ત્વચાને કરચલીઓથી બચાવવા માટે રોજ ટામેટાં ખાઓ. ટામેટા ખાવાથી ગરમીથી કાળી  ત્વચા પણ નિખાર આવે  છે. ટામેટાંમાં રાહેલા એન્ટીઓકિસડન્ટ અને પોટેશિયમ ત્વચાને સ્વસ્થ બનાવે છે. તમે ટામેટાંને પણ સલાડ તરીકે કાચા ખાઈ શકો છો.

કાકડી :

સવારે ઉઠીને નિયમીત કાકડી ખાવાથી ત્વચાની તેજ વધારે છે.

પપૈયા :

રાત્રે સુતા પહેલા પાકેલા પપૈયા ખાવાથી પેટ સાફ રહે છે અને ત્વચામા નિખાર આવે છે.

મોસાંબી :

મોસાંબી ફક્ત ત્વચાની સમસ્યાઓથી જ નહિ બચાવે છે, પરંતુ કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. મોસાંબીનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તમારે દરરોજ મોસાંબી પણ ખાવું જોઈએ.

કેળા :

જો તમે નિર્જીવ ત્વચા, કરચલીઓ, વૃદ્ધાવસ્થાના ચિન્હો વગેરેની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હો, તો આજથી કેળા લેવાનું શરૂ કરો. કેળામાં વિટામિન એ ત્વચાના કુદરતી તેલ પુરુ પાડે છે.

ગાજર :

ગાજર ત્વચાના ઉપરના સ્તરને સુરક્ષિત કરે છે અને અકાળે કરચલીઓથી બચાવે છે, તેથી નિયમિતપણે ગાજરનું સેવન કરવાનું ધ્યાન રાખો. જેમને લીલી શાકભાજી ગમતી નથી, ગાજરનું સેવન વધુ મહત્વનું છે, તેના વપરાશથી વિટામિનની ઉણપ પૂરી થઈ શકે છે.

પાલક :

સ્ત્રીઓએ ખાસ કરીને તેમના આહારમાં પાલકનો સમાવેશ કરવો જોઇએ. પાલક ફક્ત આપણને મજબૂત નહી બનાવે છે, પરંતુ તેમાં હાજર વિટામિન ત્વચાને યુવાન અને સુંદર રાખવામાં મદદ કરે છે.


0/Post a Comment/Comments

Stay Conneted